`મા' ના ગુણલા ગાજે રે મનવા, `મા' ના ગુણલા ગાજે
સાનભાન તારું ભૂલજે રે મનવા, સાનભાન તું ભૂલજે
આવ્યો તો એકલો જગમાં રે મનવા, આવ્યો તો તું એકલો
સ્વાર્થનાં સૌ બન્યાં રે સગાં રે મનવાં, સ્વાર્થનાં બન્યાં રે સગાં
એ બધાં આવ્યાં ક્યાંથી રે મનવા, એ બધાં આવ્યાં ક્યાંથી
સ્મશાન સુધીના એ સાથી રે મનવા, સ્મશાન સુધીના સંગાથી
પછી કાપવાનો છે રસ્તો એકલો રે મનવા, કાપવાનો છે રસ્તો એકલો
વિચાર કરીને કરજે સંગાથ રે મનવા, વિચાર કરીને કરજે સંગાથ
`મા’ ના ગુણલા આવશે સાથે રે મનવા, આવશે એ તારી સાથે
રસ્તો તને બતાવશે રે મનવા, રસ્તો તને એ બતાવશે
દિલ તારું એમાં ડુબાડી રે મનવા, દિલ એમાં તારું ડુબાડી દે
`મા' ના ગુણલા ગાજે રે મનવા, `મા' ના ગુણલા ગાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)