જીવનમાં માયામાં ડૂબી, ચિંતાનું જાગરણ કરવું નથી
માયાનું આવરણ તો જીવનમાં, તોડયા વિના એ રહેવું નથી
આચરણની ઇમારત કરીને ઊભી, મજબૂત કર્યા વિના રહેવું નથી
કરવું છે જ્યાં દુઃખનું નિવારણ, આમ કર્યા વિના તો રહેવું નથી
છે ઉદાહરણ અનેકના જીવનમાં, સમજ્યા વિના એ તો રહેવું નથી
છે નિરાકરણ સર્વનું તો જીવનમાં, જીવનમાં મેળવ્યા વિના એ રહેવું નથી
અંધકાર કરવા દૂર તો જીવનમાં, કિરણ પ્રકાશનું પામ્યા વિના રહેવું નથી
જાગે સમીકરણો જીવનમાં તો ઘણા, ઊકેલ્યા વિના એને રહેવું નથી
આંધળું અનુકરણ છે હાનીકારક, દૂર એનાથી રહ્યાં વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)