Hymn No. 4064 | Date: 27-Jul-1992
|
|
Text Size |
 |
 |
છું હું તો છું, છું હું તો જેવો છું હું તો, હું તો તેવો છું જેવો છુ, હું તો એવો છું, જુવો છો જેવો તમે મને હું તો તેવો છું જેવો ઘડવો છે મારે તો મને, ના એવો હું તો બની શક્યો છું બની ગયો છું હું તો એવો, જુવો છો જેવો મને, એવો હું બની ગયો છું રહેવું છે જેવું મારે, રહી નથી શક્યો હું તો એવો, એવો હું તો રહી ગયો છું થાવું છે જેવું મારે, ના એવો થઈ શક્યો, જીવનમાં અધૂરો હું રહી ગયો છું જવું છે ત્યાં, ના જઈ શકું છું, પહોંચવું છે ત્યાં ના પહોંચું છેં, જુઓ છો ત્યાં હું રહી ગયો છું કરવું છે તે ના કરી શક્યો છું, નથી કરવું તે કરું છું, જુઓ છો તેવો હું રહી ગયો છું તને તો મળવા ચાહું છું, રાતદિવસ એ ઝંખું છું, દૂર તારાથી તોયે રહ્યો છું પ્રેમવિભોર ભલે બનું છું, માયા પાછળ દોડું છું, જેવો છું એવો હું તો રહ્યો છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|