આદતો જીવનમાં ભુલાતી નથી, કૂટેવો છૂટતી નથી, રડયા વિના જીવનમાં બીજો ઇલાજ નથી
સત્સંગોનો રંગ જલદી ચડતો નથી, કુસંગનો રંગ જલદી ચડયા વિના રહેતો નથી
મન કાબૂમાં જ્યાં રહેતું નથી, વિકારો પાછળ દોડયા વિના એ તો રહેતું નથી
સાચું જીવનમાં તો કરવું નથી, ખોટું જીવનમાં તો જ્યાં, છોડી શકાતું નથી - રડયા...
ભાવો જીવનમાં કાબૂમાં તો રહેતા નથી, જબાન કાબૂમાં તો જ્યાં રહેતી નથી - રડયા
દુઃખ દર્દ તો જીવનમાં પીછો છોડતા નથી, અહં અભિમાન તો છોડવા નથી - રડયા
દુશ્મનો દુશ્મનાવટ તો છોડતા નથી, દુશ્મની ઊભી થયા વિના રહેતી નથી - રડયા
રાહ જોયા વિના બીજો ઇલાજ નથી જીવનમાં, ધીરજ ધરી તો શકાતી નથી - રડયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)