એવું તેં શું કર્યું, એવું તેં શું કર્યું, દુઃખ જીવનમાં તો, આવતું ને આવતું રહ્યું
ચૂક્યો તું શું, ભૂલ્યો તો તું શું, જીવનમાંથી દુઃખ તો ના હટયું, ના હટયું
જગમાં એવું તેં કેવું કર્યું, પાપનું પાસું તારું, એવું ને એવું ઊભું ને ઊભું રહ્યું
લખાવી આવ્યો, પાપ પુણ્યના ખાતા તારા જીવનમાં, સરભર એને ના કર્યું
રહ્યો કરતો, ઉધામા જગમાં એવા તો કેવા, તારેને તારે જીવનમાં રડવું તો પડયું
છોડી વિચારો સાચા, જગમાં રહ્યાં તું એવી રીતે વર્તી, સહન તોરે ને તારે કરવું પડયું
સબંધો પ્રભુના છે તારા તો જૂના, સ્મરણ એનું જીવનમાં કેમ ના તેં કર્યું
કરીને સબંધો જીવનમાં નવાને નવા તો ઊભા, તારું એમાં જીવનમાં તો શું વળ્યું
કરી ના શક્યો દૂર દુઃખ તું જીવનમાં, દુઃખીને દુઃખી તારે તો રહેવું પડયું
સાચું શું કે ખોટું શું, કદી ના વિચાર્યું, દુઃખીને દુઃખી તારે ને તારે થાવું પડયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)