જાણે છે ને માને છે તને તો જે છે તું, આકાર વિના બીજું એ કાંઈ નથી
રહ્યો છે ગૂંથાઈ આકારમાં તું તો એવો, આકાર વિના બીજું સાચું લાગતું નથી
રહ્યા છે આકાર વિનાના, રાજ કરતા તારા પર, સ્વીકારવા તો એ તું, તૈયાર નથી
આકારમાં પણ છે પસંદગી તારી, એમાં પ્રભુને પણ બાંધ્યા વિના તું તો રહ્યો નથી
કદી આકારો હોય ગમતા, કદી અણગમતા, આકાર એ આકાર વિના બીજું તો નથી
આકાર હોયે નાના કે મોટા, એક સરખા આકાર, જગમાં જલદી તો મળતાં નથી
હટતા આકાર ત્યાં તો કાંઈ નથી, આકાર એ આભાસ વિના બીજું કાંઈ નથી
આશરો લીધો માયાએ તો આકારમાં, જગ તો ભમ્યા વિના એમાં રહ્યું નથી
નિરાકાર તો જગની જેમ વહેતું રહે છે, પાત્ર જેવું, એવું દેખાયા વિના રહ્યું નથી
નિરાકાર પ્રભુ પણ જગમાં, આકારે આકારે એવા થયા વિના તો રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)