સાદ સાંભળી આવજે રે માડી, સાદ સાંભળી આવજે રે માડી
રહીએ પોકારતા જીવનમાં હરઘડી, આવવાની તારી હવે આવી છે ઘડી
ભૂલોને માફ સદા છે તું તો કરનારી, જાણતા અજાણતા ભૂલની શિક્ષા તેં કેમ ચલાવી
કરતા શિક્ષાનો સામનો જીવનમાં, રહી છે તૂટતી, શક્તિ એમાં તો હરઘડી
ચાહીએ અમે ભલે ના બીજું, તારી આંખ સામે રહેશે શું આ તો જોતી
ચરણમાં આવતા તો તારા, જીવનના બધા દોષોને લેતી તું તો હરી
રહ્યાં છે પોકારી બાળ તો તારા, સ્વીકાર વિનંતિ અમારી તો પ્રેમભરી
કર્યું છે સહન જીવનમાં તો ઘણું, જીવનમાં આંખ અમારી ગઈ છે ઊઘડી
કર્યા દુઃખ સહન જીવનમાં તો ઘણા, આનું કારણ નથી જલદી જડી
તારા વિના કરી ના શકે દૂર બીજું આ તો, તારી શક્તિની જરૂર તો છે પડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)