કહેવા કહેવામાં બહુ ફેર હોય છે, કહેવા કહેવામાં બહુ ફેર હોય છે
એક શબ્દ કે વાક્ય, કહેવાય કઈ રીતે, અંતર એમાં તો પડતું હોય છે
કહેવાય જ્યાં એક ચીજ મીઠાશથી, હૈયાંને બહુ એ તો ગમતું હોય છે
કહેવાય જ્યાં જો એ ઇર્ષ્યાથી, હૈયાંમાં બહુ એ તો ખૂંચતું હોય છે
કહેવાય જ્યારે જો એ અપમાનથી હૈયાંમાં, એ ખટકતું ને ખટકતું રહેતું હોય છે
કહેવાય જ્યાં એ તો ક્રોધથી, ના હૈયાંને બહુ એ તો ગમતું હોય છે
કહેવાય જ્યાં એ પ્રેમભર્યા ભાવથી, હૈયું એને તો સત્કારતું હોય છે
કહેવાય જ્યાં એ સાચી સમજદારીથી, હૈયાંમાં જલદી એ ઊતરી જાતું હોય છે
કહેવાય જ્યાં એ ગૂંચવણભરી ભાષામાં, ગૂંચવણ ઊભી એ કરતું હોય છે
કહેવાય જ્યાં એ સરળ રીતે ને સાહજિકતાથી, હૈયાંને સ્પર્શી જાતું એ હોય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)