શ્વાસની નીસરણીએ, નીસરણીએ રે પ્રભુ, પહોંચવું છે મારે તો તમારી પાસે
મળવું છે તમને તો જીવનમાં રે પ્રભુ, તનમાં તો શ્વાસોશ્વાસની તો સાથે
વહાવી આંખમાથી તો અશ્રુની સરિતા રે પ્રભુ, વહાવી જીવનમાં એ તો તમારા કાજે
ભર્યા ભર્યા મેં તો જીવનમાં શ્રદ્ધાના સુગંધી શ્વાસો, જીવનમાં તમને તો મળવા માટે
જોઈ આંખની અટારીએથી રાહ જીવનમાં ઘણી રે પ્રભુ, જીવનમાં તમારા દર્શન કાજે
શબ્દે શબ્દે મોકલ્યા જીવનમાં સંદેશા તમને રે પ્રભુ, જીવનમાં તમને મળવા કાજે
કાન માંડી જોઈ જીવનમાં તો વાટ રે પ્રભુ, જીવનમાં તમારા પગલાંના અવાજ કાજે
તલસી રહી છે જિહવા, જીવનમાં તો આજે રે પ્રભુ, તમારું પ્રેમામૃત પીવા કાજે
બની ઠની બેઠો છું, જીવનમાં હું તો તૈયાર રે પ્રભુ, તમને જીવનમાં સત્કારવા કાજે
આવજો તમે હવે તો આજ, આ બાળને કાજ, રે પ્રભુ, જીવનમાં દર્શન દેવા કાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)