Hymn No. 4087 | Date: 04-Aug-1992
|
|
Text Size |
 |
 |
જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું
Jeva Che , Eva Che, Bhavo Mari Paase Re Prabhu, Biju Kyathi Hu To Lavu
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1992-08-04
1992-08-04
1992-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16074
જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું
જેવા છે, એવા છે, ભાવો મારી પાસે રે પ્રભુ, બીજા ક્યાંથી હું તો લાવું સુધારી ના શકું જીવનમાં હું તો એને રે પ્રભુ, તારી કૃપા જો ના હું તો પામું કરતી રહી છે દખલગીરી માયા તો એમાં, તારી નજરમાં હું તો આ તો લાવું વિકારો પણ રહ્યા છે ભાગ એમાં ભજવી, તારા સાથ વિના ક્યાંથી એને હટાવું રહ્યાં ના કાબૂમાં કદી ભાવો તો મારા, ભાવે, ભાવે, તણાતોને તણાતો હું તો જાઉં કદી સાચા કદી ખોટા જાગે એ તો મુજમાં, કાબૂમાં ક્યાંથી એને હું તો લાવું ભાવે, ભાવે, જઈ ડૂબી એમાં તો એવો, હું તો એવો બનતોને બનતો જાઉં બનવું છે જેવું તો મારે, રહેવા દેજો ભાવો એવા, હૈયે તારી પાસે એવું હું તો માગું ખોટાને ખોટા ભાવો જગાવી હૈયે, જગમાં દુઃખીને દુઃખી હું તો જીવનમાં થાઊં લાગે જો ભાવો મારા ખોટા, દેજો શક્તિ મને, હૈયે જીવનમાં સારા ભાવો લાવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jeva chhe, eva chhe, bhavo maari paase re prabhu, beej kyaa thi hu to lavum
sudhari na shakum jivanamam hu to ene re prabhu, taari kripa jo na hu to paamu
karti rahi che dakhalagiri maya to emam, taari najar maa hu toik a to
laro pan rahya che bhaga ema bhajavi, taara saath veena kyaa thi ene hatavum
rahyam na kabu maa kadi bhavo to mara, bhave, bhave, tanatone tanato hu to jau
kadi saacha kadi khota jaage e to mujamam, kabu maa toe
lave, kabu maa kyaa thi dubi ema to evo, hu to evo banatone banato jau
banavu che jevu to mare, raheva dejo bhavo eva, haiye taari paase evu hu to maagu
khotane khota bhavo jagavi haiye, jag maa duhkhine dukhi hu to jivanamam thaum
location jo bhavo maara khota, dejo shakti mane, haiye jivanamam saar bhavo lavum
|