Hymn No. 4092 | Date: 06-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-06
1992-08-06
1992-08-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16079
આવ્યો તું જગમાં, લાવ્યો ના તનડું, મળ્યું તનડું તને તો જગમાંને જગમાં રે
આવ્યો તું જગમાં, લાવ્યો ના તનડું, મળ્યું તનડું તને તો જગમાંને જગમાં રે જઈશ છોડી જગ તું તો જ્યારે, જઈશ છોડી તનડું તારું તો તું જગમાં રે અનુભવ્યા સુખ દુઃખ તો જીવનમાં, જીવનમાં તો તનડાંમાં તો રહીને રે લાવ્યો ના સાથે કાંઈ તો તું જગમાં, જગમાં બધું તો તું છોડી જવાનો રે રહ્યો તું કંઈક મેળવતો ને કંઈક તો છોડતો, જગનું તો જગમાંને જગમાં રે આવશે ના તનડું જ્યાં સાથે, આવશે બીજું શું તારી સાથેને સાથે જગમાંથી રે કરજે તું એવું ભેગું, આવે જે સાથે તારી, એવું તું ભેગું ને ભેગું કરતો જાજે રે પ્રભુ તો છે બધે, હશે એ તો બધે, કરજે પ્રેમનું એને, સાથે એ તો આવશેને આવશે રે હશે ના પ્રભુ, બનશે ના તો એવું, જીવનમાં હાથ એનો, તારા હાથમાં રાખજે રે કરજે પ્રીત એની સાથે તું અતૂટ એવી, સાથે એ તો તારી સાથે આવશે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavyo tu jagamam, laavyo na tanadum, malyu tanadum taane to jagamanne jag maa re
jaish chhodi jaag tu to jyare, jaish chhodi tanadum taaru to tu jag maa re
anubhavya sukh dukh to jivanamam, jivanamam to jivanamam, jivanamam to rahadamam to rahadum to tan
tan jag maa badhu to tu chhodi javano re
rahyo tu kaik melavato ne kaik to chhodato, jaganum to jagamanne jag maa re
aavashe na tanadum jya sathe, aavashe biju shu taari sathene saathe jagamanthi re
karje tu evu bhegu ne tu bhegum, avhe tu karto jaje re
prabhu to che badhe, hashe e to badhe, karje premanum ene, saathe e to avashene aavashe re
hashe na prabhu, banshe na to evum, jivanamam haath eno, taara haath maa rakhaje re
karje preet eni saathe tu atuta evi, saathe e to taari saathe aavashe re
|