Hymn No. 4096 | Date: 08-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-08
1992-08-08
1992-08-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16083
રહ્યા છે જે સાથેને સાથે પ્રભુ, રહ્યા કેમ તુજથી તો દૂરને દૂર
રહ્યા છે જે સાથેને સાથે પ્રભુ, રહ્યા કેમ તુજથી તો દૂરને દૂર છે અને રહે છે જે પાસેને પાસે, શોધવા એને કેમ તારે જવું પડયું જોતા રહે હર સ્થળે ને હર પળે તો તને, લાવી ના શક્યો નજરમાં કેમ એને તું છે દયાળુ ને દયા વરસાવનારા સદા એ જગમાં, ઝીલી ના શક્યો દયા એની કેમ તું કરતા રહે યાદ જગમાં સહુને એ તો સદા સર્વદા, કરી ના શક્યો યાદ એને કેમ તું બનતા રહ્યા છે ને છે જ્યાં એ તો સહુના, બનાવી ના શક્યો એને તારા કેમ તું રાખી વિશ્વાસ રહ્યાં મોકલતા તને તો એ જગમાં, રાખી ના શક્યો વિશ્વાસ એનામાં કેમ તું છે સદા સુખના ભંડાર એ તો, બની ના શક્યો સુખી, જીવનમાં તો, કેમ તું નથી કાંઈ તારાથી એ તો જુદા, રહે ના એ તો જુદા, અનુભવે છે જુદાઈ શાને તો તું ભાવથી રહે સદા એ તો ભીંજાતા, ભરી નથી શક્તો ભાવ હૈયે એવા તો કેમ તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahya che je sathene saathe prabhu, rahya kem tujathi to durane dur
che ane rahe che je pasene pase, shodhava ene kem taare javu padyu
iota rahe haar sthale ne haar pale to tane, lavi na shakyo najarama
varavan dayasalu ne saad tu che e jagamam, jili na shakyo daya eni kem tu
karta rahe yaad jag maa sahune e to saad sarvada, kari na shakyo yaad ene kem tu
banta rahya che ne che jya e to sahuna, aavi na shakyo ene taara kem tu
rakhiane vishvas rahyam m e jagamam, rakhi na shakyo vishvas ena maa kem tu
che saad sukh na bhandar e to, bani na shakyo sukhi, jivanamam to, kem tu
nathi kai tarathi e to juda, rahe na e to juda, anubhave che judai shaane to tu
bhaav thi rahe saad e to bhinjata, bhari nathi shakto bhaav haiye eva to kem tu
|