Hymn No. 4099 | Date: 10-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-10
1992-08-10
1992-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16086
અરે ઓ બધું જાણનારા, જાણે જગમાં બધું તો તું, ચૂપ તું કેમ રહી શકે છે
અરે ઓ બધું જાણનારા, જાણે જગમાં બધું તો તું, ચૂપ તું કેમ રહી શકે છે જાણીએ જગમાં જ્યાં અમે તો થોડું, અમે જગમાં બધે તો કહેતાં રહીએ ઘટિત અઘટિત તો જગમાં જોવા મળે, તણાયા વિના એમાં અમે તો ના રહીએ જોવે જગમાં તું તો બધું અલિપ્ત એમાં, જગમાં તું તો કેમ રહી શકે ધાર્યું અણધાર્યું થાતું રહે તો જગમાં, મન સ્થિર ના એમાં અમે રાખી શકીએ થાય છે જગમાં જ્યાં બધું તારું તો ધાર્યું, વિચલિત કદી તું તો ના બને ગતિને મતિ છે તારી જગમાં તો એવી, ના કોઈ એને તો પહોંચી શકે મળતાં ગતિ કે મતિ થોડી અમને તો જીવનમાં, અમે તો શું નું શું કરીએ ભૂલો ના કરવાં છતાં રે પ્રભુ, જગમાં સહુને તું તો માફ કરતો રહે કરતા રહીએ અમે ભૂલો તો જગમાં, કરવા અન્યને માફ તો ઇન્કાર કરીએ
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
are o badhu jananara, jaane jag maa badhu to tum, chupa tu kem rahi shake che
janie jag maa jya ame to thodum, ame jag maa badhe to kahetam rahie
ghatita aghatita to jag maa jova male, tanaya bad veena ema toove to na rahie
jove emam, jag maa tu to kem rahi shake
dharyu anadharyum thaatu rahe to jagamam, mann sthir na ema ame rakhi shakie
thaay che jag maa jya badhu taaru to dharyum, vichalita kadi tu to na bane
gatine mati che taari to pagah koamchi to evi shake
malta gati ke mati thodi amane to jivanamam, ame to shu nu shu karie
bhulo na karavam chhata re prabhu, jag maa sahune tu to maaph karto rahe
karta rahie ame bhulo to jagamam, karva anyane maaph to inkara karie
|
|