Hymn No. 4100 | Date: 10-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-10
1992-08-10
1992-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16087
વાદળ તો આકાશમાં ફરતા રહે, આકાશમાં ફરક તો શું પડે છે
વાદળ તો આકાશમાં ફરતા રહે, આકાશમાં ફરક તો શું પડે છે છે નડતર તારીને એની વચ્ચે વાદળની, ફરક એમાં તને તો રહે છે વાયુ તો વહેતોને વહેતો રહેશે, જગમાં તો, વાયુને ફરક તો ના પડે છે હશે એ સુગંધ કે દુર્ગંધથી ભરેલો, ફરક એમાં તનેને તને તો રહે છે સૂર્યના કિરણો રહે વહેતાંને વહેતાં તો સદા, ફરક ના એમાં તો એને પડે છે ઝીલીશ કે ના ઝીલીશ તું એને જીવનમાં, ફરક એમાં તને તો પડે છે છાંયડો ઝાડનો તો પડતો રહે, તાપ જગતમાં સહન એ તો કરતો રહે છે શીતળતા મેળવવી ના મેળવવી એની, હાથમાં તારાને તારા એ તો રહે છે કોકિલ કંઠે પક્ષીઓ જગમાં તો, કલરવ તો કરતાને કરતા રહે છે એના ગૂંજનનો આનંદ લેવો કે ના લેવો, આધાર તારા પર તો રહે છે પ્રભુ પાસે પહોંચીશ તું વહેલો કે મોડો, ફરક ના એમાં એને તો પડે છે પામીશ કે પહોંચીશ તું આ ભવમાં, ભવોભવની મુક્તિ એ તો તને મળે છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
vadala to akashamam pharata rahe, akashamam pharaka to shu paade che
che nadatara tarine eni vachche vadalani, pharaka ema taane to rahe che
vayu to vahetone vaheto raheshe, jag maa to, vayune pharaka to na paade
che emhareloand sugandh taane to rahe che
suryana kirano rahe vahetanne vahetam to sada, pharaka na ema to ene paade che
jilisha ke na jilisha tu ene jivanamam, pharaka ema taane to paade che
chhanyado jadano to padato rahe, taap jagavavi
shavi shavhe na melavavi eni, haath maa tarane taara e to rahe che
kokil kanthe pakshio jag maa to, kalarava to karatane karta rahe che
ena gunjanano aanand levo ke na levo, aadhaar taara paar to rahe che
prabhu paase pahonchisha tu vahelo ke modo, pharaka na ema ene to paade che
pamish ke pahonchisha tu a bhavamam, bhavobhavani mukti e to taane male che
|