Hymn No. 4109 | Date: 13-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-13
1992-08-13
1992-08-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16096
જાણકારને જાણકારી વિના રે, ચડવા છે ચડાણ તો જીવનના
જાણકારને જાણકારી વિના રે, ચડવા છે ચડાણ તો જીવનના ના સાથ કે સાથીદાર વિના, ચડવા છે ચડાણ તો જીવનના મળ્યાં એ સાથ લાગશે મીઠાં, નથી જોવી રાહ તો કોઈના સાથના મળશે ભલે સાથ તો જીવનમાં, અધવચ્ચે સાથ એ તો છૂટવાના કરી કરી ભેગું જીવનમાં, કરી ઉપયોગ થોડો, બાકી છોડી જવાના બાંધ્યા સબંધોને સબંધો જીવનમાં, સબંધો અહીંના અહીં રહી જવાના નથી પાસે, જો એનું દર્દ જાગે જીવનમાં, સુખી ક્યાંથી એ તો થવાના સમજ છે જ્યાં, પ્રભુ વિના નથી કાંઈ બીજું, તોયે પ્રભુ તો ભુલાવાના થાશે ના કર્મોના સરવાળા જો પૂરા, જનમ ફેરા તો જીવનના રહેવાના છૂટી ના માયા એ હૈયેથી, જીવનમાં માયામાંને માયામાં બંધાતા રહેવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
janakarane janakari veena re, chadava che chadana to jivanana
na saath ke sathidara vina, chadava che chadana to jivanana
malyam e saath lagashe mitham, nathi jovi raah to koina sathana
malashe bhale saath gum katha to jivanamhutan bamana eachamari, adhavari kathari
jivari chiv Upayoga thodo, baki chhodi javana
bandhya sabandhone sabandho jivanamam, sabandho ahinna Ahim rahi javana
nathi pase, jo enu dard hunt jivanamam, sukhi kyaa thi e to thavana
samaja Chhe jyam, prabhu veena nathi kai bijum, toye prabhu to bhulavana
thashe na Karmona saravala jo pura , janam phera to jivanana rahevana
chhuti na maya e haiyethi, jivanamam mayamanne maya maa bandhata rahevana
|