તારા ને તારા પ્રભુ વચ્ચે રે, વાડ કોણે ને કેમ ઊભી કરી છે
વાડ કોણે કરી, છે એ તો કેવી, તારેને તારે એ તો જાણી લેવાનું છે
મળવું છે જ્યાં તારે તારા પ્રભુને, વાડ તારેને તારે તો હટાવવાની છે
મળવું છે જ્યાં એને તો તારે વાડને, શાને તેં તો ચલાવી લીધી છે
અટકાવે છે મેળાપ વાડ તારોને પ્રભુનો, શાને એને તું ચલાવી લે છે
વાડ એ તો હકીકત છે, મળવું એ તો તારી ઇચ્છા છે, વાડ તારે તો હટાવવાની છે
ચલાવી લીધી આજ સુધી એને તેં ક્યાં સુધી, એને તારે તો ચલાવવી છે
સુખ તો છે પ્રભુમાં, સુખી થાવું છે તારે, તારેને તારે એને હટાવવાની છે
છે વાડમાં અનેક પ્રાણ દાતા, હરેક દાતાને, તારેને તારે દૂર કરવાના છે
મળવું છે જ્યાં તારે હટાવે બીજા શાને, જવાબદારી એ તો, તારીને તારી છે
ગુમાવ ના સમય હવે, લાગીજા કોશિશોમાં, તારે એ તો કરવાનું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)