Hymn No. 4111 | Date: 15-Aug-1992
|
|
Text Size |
 |
 |
દિન તો ઊગશે રે, દિન તો આથમશે રે, ઊગશે કેવો, આથમશે કેવો
Din To Ugase Re, Din To Aathamase Re,Ugase Kevo ,Aathamase Kevo
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
દિન તો ઊગશે રે, દિન તો આથમશે રે, ઊગશે કેવો, આથમશે કેવો, ના એ તો કોઈ કહી શકે આવ્યો જગમાં તું જાણ્યું એ બધાએ, જાશે જગ છોડી, તું ક્યાં અને ક્યારે, ના... સ્થિર નથી મન તો જેનું, જ્યારે કરશે એ તો શું, કેમ અને ક્યારે, ના ... ઘેરાયેલું ચિત્ત તો છે જેવું જીવનમાં, બનશે એ તો, કેમ અને ક્યારે, ના ... ઊતરશે તો કૃપા ક્યારે જીવનમાં પ્રભુની, કેમ અને એ શા માટે, ના ... બંધાશે સબંધો જીવનમાં કેવા ને ક્યારે, તૂટશે જીવનમાં એ તો ક્યારે, ના... છે કોશિશો સુખી થવાની સહુની તો જગમાં, થાશે સુખી, જીવનમાં એ તો ક્યારે, ના... રહે જીવતાંને જીવતાં, સહુ તો જીવન જાગી જાશે ચિંતા, કેવી અને ક્યારે, ના... મહેનતનું ફળ તો જીવનમાં, મળેને મળે, મળશે જીવનમાં એ તો, કેવું ને ક્યારે, ના... પ્રભુદર્શનની આશા છે સહુના તો હૈયે, થાયે જીવનમાં એ તો ક્યારે, ના...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|