Hymn No. 4112 | Date: 15-Aug-1992
|
|
Text Size |
 |
 |
રહીશું પડયાને પડયા, વિકારોને વિકારોમાં તો જીવનમાં, તો જીવનમાં, કરીશું શું, કરીશું શું રાખી ના શકીશું મનને જો, કાબૂમાંને કાબૂમાં તો જીવનમાં, તો જીવનમાં... વાત વાતમાં ક્રોધમાં તો જો, તણાતાં ને તણાતાં રહીશું જીવનમાં, તો જીવનમાં... રોકી ના શકીશું માન અપમાનના ભાવો તો જીવનમાં, તો જીવનમાં... ના કરવાનું ને, ના કરવાનું કરતા રહીશું, ફરિયાદ વિના જીવનમાં તો બીજું, કરીશું શું... રાખીશું ના જો ધ્યાન પહોંચવું છે જ્યાં, અધવચ્ચે રહ્યાં વિના તો જીવનમાં, કરીશું શું... ખોટા કાર્યોમાં રહીશું, વેડફતા જો શક્તિ, કરવો પડશે સામનો જીવનમાં ત્યાં, કરીશું શું... ઇચ્છાએ ઇચ્છાઓમાં, જીવનમાં તણાતાંને તણાતાં જો રહીશું, જીવનમાં તો, કરીશું શું ... વિલાસિતામાંને વિલાસિતામાં જીવનમાં પ્રભુને જો વીસરશું, જીવનમાં તો, કરીશું શું... શ્વાસે શ્વાસે જીવન ચાલે, શ્વાસે શ્વાસે પ્રભુમય જો વણીશું નહીં, તો એવા જીવનને, કરીશું શું ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|