Hymn No. 4114 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16101
છે પ્રભુ તો જો બધે, બઘે અને બધે, જગમાં તો એ કેમ દેખાતા નથી
છે પ્રભુ તો જો બધે, બઘે અને બધે, જગમાં તો એ કેમ દેખાતા નથી જો પ્રભુ તો કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, તો જગમાં એ કેમ સમજાતા નથી જો પ્રભુ જોય બધું ને સાંભળે જગમાં બધું, તો પ્રભુ કેમ જલદી આવતા નથી શું હૈયું પ્રભુનું દયામાં સુકાઈ ગયું, જગમાં દુઃખ દર્દથી પીડાતા દેખાયા વિના રહેતા નથી શું પ્રભુના જગમાં કોઈ ગણતરી નથી, બધું અગણિત રહ્યાં વિના રહ્યું નથી શું કરે છે પ્રભુ બધું સમજણ વિના, એની સમજ કેમ અમારી સમજમાં આવતું નથી શું પ્રભુ રમાડે છે સહુને તો જગમાં, રમત એની તો જગમાં, કેમ સમજાતી નથી છે શું એ એક અને વ્યાપ્ત તો બધે, અલગતાના ભાવો કેમ છૂટતા નથી છે એ તો જ્યાં સમર્થ અને શક્તિશાળી, જગમાં છુપાવાની એને જરૂર નથી છે બધા ભંડારો તો ભર્યા એની પાસે, યુગોથી ભંડારો હજી એના ખૂટયાં નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che prabhu to jo badhe, baghe ane badhe, jag maa to e kem dekhata nathi
jo prabhu to kai nathi, kai nathi, kai nathi, to jag maa e kem samajata nathi
jo prabhu joya badhu ne sambhale jag maa badhum, to prabum. kem jag maa badhum, to
prabhu haiyu prabhu nu dayamam sukaai Gayum, jag maa dukh dardathi PIDATA dekhaay veena raheta nathi
shu prabhu na jag maa koi ganatari nathi, badhu aganita rahyam veena rahyu nathi
shu kare Chhe prabhu badhu samjan vina, eni samaja Kema amari samajamam avatum nathi
shu prabhu Ramade Chhe Sahune to jagamam, ramata eni to jagamam, kem samajati nathi
che shu e ek ane vyapt to badhe, alagatana bhavo kem chhutata nathi
che e to jya samartha ane shaktishali, jag maa chhupavani ene jarur nathi
che badha bhandaro to bharya eni pase, yugothi bhandaro haji ena khutayam nathi
|