Hymn No. 4117 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
શોધું છું, હું તો શોધું છું, જીવનમાં બસ હું તો શોધતો રહું છું ક્યારેક શોધું સુખ હું તો જીવનમાં, પ્રેમ સદા જીવનમાં હું તો શોધું છું શોધું છું સગપણ જીવનમાં તો એવું, છાંયડો મીઠો એમાં હું તો શોધું છું જીવનમાં મીઠી યાદો હું તો શોધું છું, યાદે યાદમાં, મીઠાશ હું તો શોધું છું જુવાનીમાં બચપણ હું તો શોધું છું, બુઢાપામાં જુવાની હું તો શોધું છું આ જીવનમાં જીવન હું તો શોધું છું, જીવનના પૂર્વજનમના સંબંધ શોધું છું ભવિષ્યમાં વર્તમાન હું તો શોધું છું, વર્તમાનમાં ભૂતકાળ મારો શોધું છું હરેક કારણમાં કારણ મારું શોધું છું, જીવનના શીતળ શ્વાસો હું તો શોધું છું જીવનમાં ભાગ્યની પળ સદા શોધું છું, ભર્યા ભર્યા જીવનમાં શાંતિ હું તો શોધું છું જીવનમાં પળે પળે, પળને હું તો શોધું છું, આ જગમાં અસ્તિત્વ મારું હું તો શોધું છું વીતતા જીવનમાં સમજદારી હું તો શોધું છું, પ્રભુ સાથેનું સગપણ હું તો શોધું છું શોધું છું બધું, મારા માટે તો શોધું છું, મારા માટે તો પ્રભુને જીવનમાં તો શોધું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|