Hymn No. 4121 | Date: 16-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-16
1992-08-16
1992-08-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16108
તૂટતાંને તૂટતાં જાશે તારા જીવનમાં, ટકશે જીવન એમાં તો ક્યાંથી
તૂટતાંને તૂટતાં જાશે તારા જીવનમાં, ટકશે જીવન એમાં તો ક્યાંથી મારને માર મળતાં રહે જો જીવનમાં, હાલ બેહાલ જીવનના, થયા વિના રહેશે ક્યાંથી પ્રેમના પાત્રો નીકળે બોદા જો જીવનમાં, સૂર પ્રેમનો નીકળશે સાચો એમાંથી ક્યાંથી સમજણના તાંતણાં જો ખોટાં જોડાયાં, જાગશે ભાન જીવનમાં સાચું એમાંથી ક્યાંથી શ્રદ્ધાના તાંતણા જો કાચા વણાયા, જીવન મજબૂત બનશે એમાં તો ક્યાંથી સદ્ગુણોની ગૂંથણી કરી ના જો એમાં, સુશોભિત બનશે જીવન તો ક્યાંથી યત્ને યત્ને કરશું ના જો એને તો ચોખ્ખું, દીપી ઊઠશે જીવન તો ક્યાંથી સદ્વિચારોને સદ્વર્તનના ઊગશે ના જો પુષ્પો, ખીલશે જીવન તો ક્યાંથી ધીરજને સંયમના પાલવ વિના, ઓપશે રૂપ જીવનના તો ક્યાંથી આવા તો તાંતણાઓથી તો વણાયું છે જીવન, આવા તાંતણા વિના ટકશે ક્યાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tutatanne tutatam jaashe taara jivanamam, takashe jivan ema to kyaa thi
marane maara malta rahe jo jivanamam, hala behala jivanana, thaay veena raheshe kyaa thi
prem na patro nikal boda jo jivanamam, sur
premanthi nikalashe jivanamam kyaa thi
shraddhana tantana jo kachha vanaya, jivan majboot banshe ema to kyaa thi
sadgunoni gunthani kari na jo emam, sushobhita banshe jivan to kyaa thi
yatne yatne karshu na jo ene to chokhkhum, dipi uthe jivan tokhilas
pushanthi jivashe khilashe jivan jivana jivan jivana jivan jivana
dhirajane sanyamana palava vina, opashe roop jivanana to kyaa thi
ava to tantanaothi to vanayum che jivana, ava tantana veena takashe kyaa thi
|
|