જંગ ખેલવો પડશે, જંગ ખેલવો પડશે, જીવનમાં તો તારે, જંગ ખેલવો પડશે
શું અંદર કે બહાર, પળે પળે જીવનમાં તારે તો જંગ ખેલવો પડશે
રહેશે એ તો વેશ બદલતાને બદલતા, જીવનમાં વેશ એના પારખવા પડશે
મારશે ક્યારે અને ક્યાં એ તો ઘા, ગણતરી જીવનમાં એની તો કરવી પડશે
જીવનમાં તારે તો સદાને સદા, જીવનમાં સદા તારે તો તૈયાર રહેવું પડશે
નાનો કે મોટો, શત્રુ એ તો શત્રુ હશે, અવગણના એની કરવી ના તો પડશે
હશે જંગ એ તો તારો ને તારો, જીવનમાં તારે ને તારે એ તો ખેલવો પડશે
ચાલ હાલ શત્રુની તો સદા જીવનમાં, તારે ને તારે લક્ષ્યમાં એને રાખવી પડશે
કોનો લેવો ને છોડવો સાથ કોનો જીવનમાં, ગણતરીમાં સદા એ તો રાખવું પડશે
જિત મેળવ્યા વિના જીવનમાં જપજે ના તું, જિત તારે જીવનમાં મેળવવી પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)