Hymn No. 4125 | Date: 17-Aug-1992
|
|
Text Size |
 |
 |
પ્રેમ વિના જીવનમાં રહી ગયો હું તો તરસ્યો, જીવન ભાથા વિના રહી ગયો ભૂખ્યો મિટાવી ના શક્યો પ્રેમ વિના તરસ મારી, હટાવી ના શક્યા જીવન ભાથા વિના ભૂખ મારી ઝરમર ઝરતાં પ્રેમ તો જીવનમાં, વહ્યા ના એ એકધારા, રહી ગયો એમાં હું તો તરસ્યો મળ્યું જીવન ભાથું, જીવનમાં તો થોડું, પૂરા ભાથા વિના, રહી ગયો હું તો ભૂખ્યો ચાલતાં ને હાલતાં તો જીવનમાં, તરસ તો લાગે, સાચા પ્રેમ વિના રહી ગયો હું તરસ્યો કદી ભાથું ભાવ્યું, કદી ના ભાવ્યું, સારા ભાથા વિના તો જીવનમાં રહી ગયો હું ભૂખ્યો ખૂટશે ક્યારે, મળશે જીવનમાં એ ક્યાંથી, અંદાજ જીવનમાં, એનો ના હું તો માંડી શક્યો પીને પ્રેમના તારા પ્યાલા, ભરી જીવનના ભાથા, જીવનમાં કિનારો સુખનો તો ગોત્યો સુખને કિનારે કિનારે રહીને જ્યાં રહ્યો ચાલતો, મળ્યો સુખનો સાગર ત્યાં તો પ્રભુનો મટી તરસ ને ભૂખ ત્યાં તો મારી, પ્રભુમાં જ્યાં હું તો સમાયો, હું તો સમાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|