છે મુસાફરી તો જીવનની, છે એ તો વગર સરનામની, વગર સરનામની
પહોંચશું ક્યાં ને ક્યારે, સમજ નથી એની તો પડવાની, નથી પડવાની
સાચી ખોટી મંઝિલને, પડશે જરૂર જીવનમાં એને તો સમજવાની
યત્ને યત્ને, પડશે ચાલવું જીવનમાં, છે નિશાની એ તો પહોંચવાની
વગર તૈયારીએ, વગર વિચારની, કોશિશો હશે એ તો ભટકવાની
છે મંઝિલ આ બધે ફેલાયેલી, કરવી પડશે કોશિશ, એક ઠેકાણે પામવાની
પૂછવું તો સ્થાન પૂછવું કયું, છે વાત આ તો, જીવનની અનોખી મુસાફરીની
પહોંચ્યા પછી તો નથી પાછી મુસાફરી, અટકી જ્યાં ત્યાં એ તો અટકવાની
રહેશું કરતાને કરતા તો મુસાફરી, પહોંચ્યા વિના તો નથી એ પૂરી થવાની
શરૂ થઈ એકવાર એ તો જ્યાંથી, ત્યાંને ત્યાં પાછી એ તો પૂરી થવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)