જાણતાને જાણતા રહીશું તોયે જગમાં, જાણવાનું તો બાકીને બાકી રહેશે
થાશે ના પૂરું કદી એ તો જીવનમાં, જીવનમાં એ તો બાકીને બાકી રહેશે
થાય પૂરી જાણવાની એકની સીમા, ત્યાં બીજું જાણવાનું તો શરૂ થઈ જાશે
જ્યાં જાણવાની નથી જગમાં તો કોઈ સીમા, જાણવાનું પૂરું ત્યાં તો ક્યાંથી થાશે
જાણવાનોને જાણવાનો વિસ્તાર જાય છે વધતો, જાણી પૂરું ત્યાં ક્યાંથી શકાશે
જાણવાને જાણવામાં જાશે જો અહંમા ડૂબી, જાણવાનું તો અધૂરું રહી જાશે
રહી જાશે અધવચ્ચે આળસમાં જો ડૂબી, જાણવાનું પૂરું તો ક્યાંથી થાશે
જાણવાને જાણવામાં તો જગમાં, આયુષ્યની સીમા તો પૂરી થઈ જાશે
જાણવાને જાણવામાં ફરતો રહેશે જગમાં, ખુદને જાણવાની તો લડત રહી જાશે
જીવનમાં જાણીશ જ્યાં એ એકને, જગમાં જાણવાનું ના બાકી રહી જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)