છે અનંત તું તો પ્રભુ, છે અંત મારો તો તુજમાંને તુજમાં
જ્યાં તુજમાંથી હું તો જન્મ્યો, હું પાછો મળીશ તો તુજમાંને તુજમાં
રહીશ ક્યાંથી દૂર તુજથી રે પ્રભુ, રહીશ જ્યાં તું સાથમાંને સાથમાં
મળતી રહેશે હૂંફ જીવનમાં જ્યાં તારી, રહીશ વસી જ્યાં તું હૈયાંમાંને હૈયાંમાં
છે વ્યાપ્ત બધે તું તો પ્રભુ, છે મુશ્કેલ તોયે જોવું તને તો જગમાંને જગમાં
મળે અનુભવ જીવનમાં તો તારા, ધોઈ નાંખે એને, પડયા જ્યાં માયામાં ને માયામાં
દુઃખ દર્દ ભુલાવી દે તારી માયાને, દે અપાવી યાદ તારી તો જીવનમાં
આવ્યા જગમાં તો જ્યાં, પડશે રહેવું સદા, અમારે કર્મમાંને કર્મમાં
રાખીશું દૂરને દૂર તો તને, રહીશું ડૂબ્યાં જીવનમાં જ્યાં, વિકારોને વિકારોમાં
નથી વાત જુદી જગમાં તો કોઈની, છે સરખી તો સહુની આવ્યા જે જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)