Hymn No. 4134 | Date: 21-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-21
1992-08-21
1992-08-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16121
શું છે જગમાં જગ્યા એવી તો કોઈ ખાલી, જ્યાં પ્રભુ તો મળશે ના
શું છે જગમાં જગ્યા એવી તો કોઈ ખાલી, જ્યાં પ્રભુ તો મળશે ના રહી ગયા છે પ્રભુદર્શન વિના સહુ જગમાં, હકીકત એ તો બદલાઈ ના પ્રેમને ભાવ વિના તો જગમાં, ખુલ્લા દ્વાર પ્રભુના, તોયે એ ખૂલે ના વરસાવી દે કૃપા સહજમાં, પામે જ્ઞાન એ તો, અશક્ય એને કાંઈ રહે ના રહે પ્રભુ સદા શક્યતાની સાથમાં, માનવ અશક્ય બનાવ્યા વિના રહે ના રચ્યા માયાના પડદા પ્રભુ તેં એવા, જીવનમાં તો જલદી એ તૂટી શકે ના પ્રભુની કૃપા મક્કમતા દેશે, દેશે બળ એ તો પૂરું ત્યારે, ચિર્યા વિના ના રહેતા ઇચ્છાઓ જગમાં તો જાગતીને જાગતી રહે, પ્રભુ તારામાં સમાવ્યા વિના અટકે ના પ્રભુ તારા દર્શન વિના જગમાં તો, નયનોની પ્યાસ કદી બુઝાય ના પ્રભુ તારા પ્રેમ વિના જગમાં તો, હૈયાંની તરસ તો કદી છિપાય ના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
shu Chhe jag maa jagya evi to koi khali, jya prabhu to malashe na
rahi gaya Chhe prabhudarshana veena sahu jagamam, hakikata e to badalai na
prem ne bhaav veena to jagamam, khulla dwaar prabhuna, toye e khule na
varasavi de kripa sahajamam, paame jnaan e to , ashakya ene kai rahe na
rahe prabhu saad shakyatani sathamam, manav ashakya banavya veena rahe na
rachya mayana padada prabhu te eva, jivanamam to jaladi e tuti shake na
prabhu ni kripa makkamata deshe, deshe baal e to puru tyha, na
chiragina to jagatine jagati rahe, prabhu taara maa samavya veena atake na
prabhu taara darshan veena jag maa to, nayanoni pyas kadi bujaya na
prabhu taara prem veena jag maa to, haiyanni tarasa to kadi chhipaya na
|