1992-08-22
1992-08-22
1992-08-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16122
અરે ઓ સ્વપ્નસેવી રે, લાગે સપનાના મેવા ભલે મીઠાંને મીઠાં

મીઠાં મેવા એ તો સપનાના જીવનને, છે એની સાથે શું લેવા કે દેવા
સપનાના એ મીઠાંને મીઠાં મેવા, સપનામાંને સપનામાં એ રહી જવાના
આનંદ લીધા, લીધા એ તો સપનામાં, નથી જીવનમાં કામ એ આવવાના
ડૂબી ના જાતો એવો તું એમાં, કરતો ના એમાં બંધ વાસ્તવિક્તાના બારણા
હકીકત તો છે વાસ્તવિક્તાનો આધાર, ગોતતો ના આધાર એના તો સપનામાં
રહીશ રાચતો જો તું સપનાના જગમાં, નથી હાથ તારા એમાં તો ભરાવાન
છે આ જગમાં તો, જગ એનું જુદું જીવનમાં, તાંતણા એના ના મળવાના
જાજે ના તણાઈ એમાં તું એટલો, બને મુશ્કેલ જીવનના તાંતણા મેળવવા
લેજે આનંદ ભલે તું સપનાના, રચી ઇમારત પાકી જીવનની, લેજે આનંદ તું એના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō svapnasēvī rē, lāgē sapanānā mēvā bhalē mīṭhāṁnē mīṭhāṁ
mīṭhāṁ mēvā ē tō sapanānā jīvananē, chē ēnī sāthē śuṁ lēvā kē dēvā
sapanānā ē mīṭhāṁnē mīṭhāṁ mēvā, sapanāmāṁnē sapanāmāṁ ē rahī javānā
ānaṁda līdhā, līdhā ē tō sapanāmāṁ, nathī jīvanamāṁ kāma ē āvavānā
ḍūbī nā jātō ēvō tuṁ ēmāṁ, karatō nā ēmāṁ baṁdha vāstaviktānā bāraṇā
hakīkata tō chē vāstaviktānō ādhāra, gōtatō nā ādhāra ēnā tō sapanāmāṁ
rahīśa rācatō jō tuṁ sapanānā jagamāṁ, nathī hātha tārā ēmāṁ tō bharāvāna
chē ā jagamāṁ tō, jaga ēnuṁ juduṁ jīvanamāṁ, tāṁtaṇā ēnā nā malavānā
jājē nā taṇāī ēmāṁ tuṁ ēṭalō, banē muśkēla jīvananā tāṁtaṇā mēlavavā
lējē ānaṁda bhalē tuṁ sapanānā, racī imārata pākī jīvananī, lējē ānaṁda tuṁ ēnā
|