Hymn No. 4136 | Date: 22-Aug-1992
|
|
Text Size |
 |
 |
યાદે યાદે તારી રે પ્રભુ, હૈયું મારું જ્યાં ઊભરાઈને ઊભરાઈ ગયું
Yade Yade Tari Re Prabhu, Haiyu Maru Jya Ubharaine Ubharai Gayu
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
યાદે યાદે તારી રે પ્રભુ, હૈયું મારું જ્યાં ઊભરાઈને ઊભરાઈ ગયું યાદ જીવનમાં, યાદ જીવનની બીજી બધી, એ તો ભુલાવી ગયું યાદે યાદમાં, યાદ તારી જ્યાં આવતી રહી, આકાર યાદના એ ઘડી ગયું આકારે આકારમાં હૈયું જ્યાં ચોંટી ગયું, મન સ્થિર ત્યાં થાતું ને થાતું ગયું મન લીનને લીન જ્યાં થાતું ગયું, મનની શક્તિનું પ્રાગટય ત્યાં થાતું ગયું છૂટી ના કે તૂટી ના યાદ જ્યાં તારી, જગ મારું એમાં તો બદલાઈ ગયું રહ્યું ના જીવનમાં કોઈ ત્યાં તો બાકી, પૂરુંને પૂરું બધું એ તો કરતું ગયું યાદે યાદે હૈયું જ્યાં ભીંજાતું ગયું, જીવનની બાધા ના એને સ્પર્શી શક્યું રહી ના ખાલી જગ્યા હૈયાંમાં યાદ વિના, બીજું ના એમાં તો વસી શક્યું પ્રેમ ને ભાવ જાગ્યા, હૈયે એમાં તો એવા, પ્રેમ વિના અસ્તિત્વ બીજું હરી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|