Hymn No. 4138 | Date: 22-Aug-1992
|
|
Text Size |
 |
 |
શું થયું, કેમ થયું, કેવી રીતે થયું, સમજાય ના જીવનમાં તો એ જ્યારે એટલું તો સમજી જાજે તું, છે પ્રભુના હાથ તો એમાંને એમાં કેવું થયું, સારું થયું કે ખોટું થયું, સમજાય ના જીવનમાં એ તો જ્યારે એટલું તો જોજે તું તો જીવનમાં, જોડતો ના ઇચ્છાઓ તારી તો એમાં થાયે ધાર્યું, થાયે ના ધાર્યું તારું તો જીવનમાં, તો જ્યારે ને જ્યારે એટલું તો કરજે ત્યારે તો તું જીવનમાં, તાંતણા ભાગ્યના તારા તો એમાં જાગે જાગે પ્યાર જીવનમાં તને તો, જ્યારે ને જ્યારે એટલું તો જોજે તું તો જીવનમાં, જોડજે ના વાસનાઓને તારી તો એમાં નિષ્ફળતા મળે કોઈ કાર્યમાં, જીવનમાં તને તો જ્યારે ને જ્યારે એટલું તો કરજે તું તો જીવનમાં ત્યારે, કાઢતોના દોષ અન્યનો તું એમાં મળતોને મળતો રહ્યો છે, સમય તારા માટે જીવનમાં તો જ્યારે એટલું તો જોજે તું તો જીવનમાં, પ્રભુ માટે સમય થોડો ભી કાઢે તું એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|