તારા દિલમાં કોઈ માટે કાળપ જાગે, સજાગ એમાં ત્યારે તું થાજે
સુખની નીંદર જો તને ના આવે, અન્યની નીંદર હરામ કરવા ના દોડી જાજે
જીવનમાં પ્રેમથી વંચિત રહ્યો જો તું, અન્યને પ્રેમથી વંચિત ના તું રાખજે
ક્રોધ તો જીવનમાં જાગે, જાગે નિશાન અન્યને તારા ક્રોધનું ના બનાવજે
કોઈ ખરાબી મનમાં તારાં જ્યાં આવે, સાફ તરત તું એને કરી નાખજે
કોઈ વિચાર હૈયાંમાં તારા જો ત્રાસ મચાવે, જલદીથી એને તું ખંખેરી નાખજે
દૃષ્ટિમાં ભેદ તારા તો જ્યાં જાગે, પ્રભુને એમાં તો તું જોવા માંડજે
ભાગ્ય નાચ નચાવે સહુને જીવનમાં, જોજે જીવનમાં માયામાં ના તું નાચજે
કર્મ પ્રતાપે જગ બધું તો ચાલે, જીવનમાં ના પુણ્યને તું ખંખેરી નાખજે
પ્રભુદર્શનની આશ તો છે સહુના હૈયે, થાવું યોગ્ય જીવનમાં ના તું વીસરી જાજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)