Hymn No. 4140 | Date: 23-Aug-1992
|
|
Text Size |
 |
 |
નિત્ય જે વહેતુંને વહેતું રહેશે, આવતુંને આવતું રહેશે, એ મળતુંને મળતું રહેશે સૂર્ય કિરણો રહે નિત્ય વહેતાંને વહેતાં, એ તો મળતાંને મળતાં રહેશે, એ મળતાંને મળતાં રહેશે જળ સાગરના સુકાશે ના કદી, ભરતી ઓટ આવતીને આવતી રહેશે, જાગતીને જાગતી રહેશે કર્મ જીવનમાં તો થાતાંને થાતાં રહેશે, ભાગ્ય ઘડાતું તો જાશે, ભોગવવું એને તો પડશે વાયુ તો વાતોને વાતો રહેશે, એ તો મળતોને મળતો રહેશે, એ મળતોને મળતોને રહેશે ખોરાક જગમાં ઊગતોને ઊગતો રહેશે, એ મળતોને મળતો રહેશે, એ મળતોને મળતો રહેશે છે જીવનની ધારા જગમાં જ્યાં સુધી, શ્વાસ મળતાંને મળતાં રહેશે, મળતાંને મળતાં રહેશે છે જ્ઞાનની ધારા જગમાં વહેતી ને વહેતી, એ તો મળતુંને મળતું રહેશે, એ મળતુંને મળતું રહેશે પ્રેમની ધારા પ્રભુની જગમાં વહેતી ને વહેતી રહેશે, એ મળતોને મળતો રહેશે, એ મળતોને મળતો રહેશે કૃપા પ્રભુની જગ પર વહેતી ને વહેતી રહેશે, એ તો મળતીને મળતી રહેશે, એ મળતીને મળતી રહેશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|