અરે સાંભળોને મારા ભઈ, મળવા જતાં પ્રભુને, મને શું શું વીતી ગઈ
મનાવી મનડાંને તો સાથે લઈ, પ્રભુને મળવાની યાત્રા મારી તો શરૂ થઈ
યાત્રા મારી તો શરૂ થઈને થઈ, અધવચ્ચે મને તો કૈં ને કૈં વીતી ગઈ
કર્યો `મા' ને સાદ શરૂમાં, હોંકારો તો દઈ દીધો, અચરજમાં નાંખી અધવચ્ચે છટકી ગઈ
ચાલ્યો કદમ જ્યાં, યાત્રા અધૂરી રહી ગઈ, મનડાંને પકડવાની યાત્રા તો નવી શરૂ થઈ
મનડાંની પકડાપકડીમાં મને થકવી દઈ, યાત્રા મારી તો અધૂરી રાખી દઈ
રહે કદી કદી શાંત તો એવું દઈ, મારા હૈયાંમાં તો, નવી આશા ભરી દઈ
અટક્યું ના જરાયે એ તો, મનમાન્યું કરતા જઈ, લક્ષ્ય યાત્રાનું એમાં તો ભુલાવી દઈ
યાત્રા સમયની ચાલુ રહી, ના એ તો અટકી ગઈ, યાત્રા જીવનની તો પૂરી થવા આવી ગઈ
યાત્રા તો આમ અધૂરી રહી ગઈ, કરું છું હૈયું તો ખાલી મારું, આપવીતી કહી દઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)