Hymn No. 4155 | Date: 30-Aug-1992
|
|
Text Size |
 |
 |
વખાણ કરતા તો જેના રે, ધર્મ તો થાકે નહીં, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
Vakhane Karata To Jena Re Dharma To Thake Nahi, Eva Prabhuna Darshan To Keva Hase
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
વખાણ કરતા તો જેના રે, ધર્મ તો થાકે નહીં, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે તપસ્વીઓના તપનું ફળ તો જે સ્વયં બન્યા છે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જેના ભાવમાં તો ડૂબતા, શક્તિ તો જાગી ઊઠે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જેના ગુણોનું સ્મરણ થાતાં, શરીર રોમાંચ અનુભવે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જેની અપાર દયા વિના, આ ધરતી તો ના ટકી શકે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જેના નિયમથી તો જગ સદા નિયમિત ચાલે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે ભક્તોના કંઠે કંઠ તો સદા જેને પુકારતા રહે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે વિશાળતાનો વ્યાપ ભી જેને ના પહોંચી શકે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જગમાં સઘળું કરવા છતાં, સદા તો જે અલિપ્ત રહે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જેની વ્યાપક્તનો વિચાર કરવા, કલ્પના પણ કુંઠિત બને, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે જેની નજરુંના તેજથી તો જગ સારું પ્રકાશી ઊઠે, એવાં પ્રભુના દર્શન તો કેવાં હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|