Hymn No. 4157 | Date: 30-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-30
1992-08-30
1992-08-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16144
પ્રભુ એ કાંઈ સપનું નથી, છે એ હકીકત તો એવી, જે સમજાતી નથી
પ્રભુ એ કાંઈ સપનું નથી, છે એ હકીકત તો એવી, જે સમજાતી નથી કરીએ કોશિશ જોવા હસ્તી એની, જગમાં જલદી એ તો દેખાતી નથી તર્કમાં પણ જલદી એ તો બેસતી નથી, પ્રેમ વિના તો એ પમાતી નથી બહુરૂપી ને છે બહુનામી, શું છે ને એ શું નથી, એ તો કહેવાતું નથી છે શક્તિશાળી એ તો એવા, પ્રતીતિ એની જીવનમાં થયા વિના રહેતી નથી કરશે શું, ને કેમ ને કેવી રીતે, અંદાજ જલદી એનો તો આવતો નથી છે હકીકત એ તો એવી, કલ્પનાની પાંખો પણ ત્યાં પહોંચી શક્તી નથી દયા ભરેલા છે એ તો એની, એની દયાનો અનુભવ તો થયા વિના રહેતો નથી જ્ઞાનના માપ તો ટૂંકા પડે, વાણી એને તો પૂરી વર્ણવી શક્તી નથી છે એ તો સકળ જગનો આધાર, એને તો કોઈનો આધાર નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu e kai sapanu nathi, che e hakikata to evi, je samajati nathi
karie koshish jova hasti eni, jag maa jaladi e to dekhati nathi
tarkamam pan jaladi e to besati nathi, prem veena to e pamati nathi
bahurheunami ne, shheum bahurahunami ne shu nathi, e to kahevatum nathi
che shaktishali e to eva, pratiti eni jivanamam thaay veena raheti nathi
karshe shum, ne kem ne kevi rite, andaja jaladi eno to aavato nathi
che hakikata ey to evi, kalpanani day pankho
pathana tahon che e to eni, eni dayano anubhava to thaay veena raheto nathi
jnanana mapa to tunka pade, vani ene to puri varnavi shakti nathi
che e to sakal jagano adhara, ene to koino aadhaar nathi
|