Hymn No. 4159 | Date: 31-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-31
1992-08-31
1992-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16146
મોતી મનડાંના તો જ્યાં વિખરાઈ જાશે, કરવા ભેગા તો એને, દમ નીકળી જાશે
મોતી મનડાંના તો જ્યાં વિખરાઈ જાશે, કરવા ભેગા તો એને, દમ નીકળી જાશે કર્યા હશે ખંતથી એને તો ભેગાં, વિખરાતાં વાર ના એને તો લાગશે હશે પરોવ્યા એને જો પ્રેમ ને શ્રદ્ધાના દોરમાં, હાર બની એ તો શોભી ઊઠશે એક એક ભેગું કરતા એને જીવન વીતતુ જાશે, વિખરાતાં વાર ના એને તો લાગશે જાળવી જાળવી રાખ્યા હશે ભલે તો પાસે, એક ધક્કામાં જોજે ના એ ફેંકાઈ જાયે પડશે મુસીબત તો એને જાળવવા, સમય એમાં તો ઘણો નીકળી જાશે એના વિના તો શોભા જીવનની, અધૂરીને અધૂરી તો રહેશે પ્રેમનાં મોતી જ્યાં થાશે ભેગા, જીવન તો એમાં લહેરાતું જાશે વેરના જોજે મોતી ભળે ના એમાં, દાટ જીવનમાં એ તો વાળી જાશે ચમક્તાં મોતી ઇર્ષ્યાના સંઘરતો ના, સુખ જીવનનું એ તો હરી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
moti manadanna to jya vikharai jashe, karva bhega to ene, dama nikali jaashe
karya hashe khantathi ene to bhegam, vikharatam vaar na ene to lagashe
hashe parovya ene jo prem ne shraddhana doramam, haar baniuhegum karitat
ek ute jashe, vikharatam vaar na ene to lagashe
jalavi jalavi rakhya hashe bhale to pase, ek dhakkamam joje na e phekaai jaaye
padashe musibata to ene jalavava, samay ema to ghano nikali jaashe
ena veena to shobha jivanani to shobha jivanani to
shobha jivanani , jivan to ema laheratum jaashe
verana joje moti bhale na emam, daata jivanamam e to vaali jaashe
chamaktam moti irshyana sangharato na, sukh jivananum e to hari jaashe
|