અમારા જીવનમાં રે પ્રભુ, એકવાર તમે તો આવી જાજો, આવી જાજો
અમારી હાલત પર રે પ્રભુ, એકવાર નજર તમારી તો નાંખી જાજો
કર્યા કેટલી વાર યાદ તમને, અમે તો જીવનમાં, હિસાબ એનો જોઈ જાજો
ચૂક્યા હશું કે ભૂલ્યા હશું ઘણું ઘણું, નજર એના પર તમારી ફેંકી જાજો
કરી હશે ભૂલો જીવનમાં અમે ઘણી, એકવાર અમને તો એ બતાવી જાજો
કરવું શું, ના કરવું શું જીવનમાં, એકવાર અમને એ તો કહી જાજો
તમારા પ્રેમના પ્યાસા નયનોને, પ્યાસ એની હવે તો બુઝાવી જાજો
જોઈ રાહ ઘણી તમારી તો જીવનમાં, વધુ રાહ હવે તો ના જોવડાવજો
રહેવું છે જ્યાં અમારે તમારી સાથે, અમારી પાસે પ્રભુ તમે તો રહી જાજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)