Hymn No. 4161 | Date: 02-Sep-1992
|
|
Text Size |
 |
 |
આ તારો કેવો અન્યાય રે વિધાતા, છે આ તારો તો કેવો અન્યાય
Aa Taro Kevo Anyaya Re Vidhata, Che Aa Taro To Kevo Anyaya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-09-02
1992-09-02
1992-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16148
આ તારો કેવો અન્યાય રે વિધાતા, છે આ તારો તો કેવો અન્યાય
આ તારો કેવો અન્યાય રે વિધાતા, છે આ તારો તો કેવો અન્યાય દુઃખોથી ભરી દીધું ભલે રે જીવન, શાને સહનશીલતા પર માર્યો તેં માર મુસીબતોની જીવનમાં મહેર વરસાવી, માર્યો શાને જીવનમાં તેં બુદ્ધિ પર તેં માર ગુણોની જીવનમાં તેં હાંસી દીધી ઉડાવી, કર્યો શાને તેં અવગુણોનો બેડો પાર વહાલાને પણ દીધા વેરી બનાવી, દે તું તો વધારી લાગણીઓ પરનો ભાર કદી કદી દે તું સુખ, સેજ એવી બિછાવી, દુઃખનો તો આવવા ના દે તું અણસાર પ્રેમના વહેણ કદી સૂકવી દે તું એવા, લાગે પાછા વહેતા જીવનમાં એને તો વાર રાતદિન કરી મહેનત કરીએ ભેગું, વેરાતાં એને તો જીવનમાં લાગે ના વાર લગાર તારામાંને તારામાં ગૂંચવી દે તું અમને, આવવા ના દે તું પ્રભુનો તો વિચાર રીત છે તારી આ તો કેવી કઢંગી, રીત તારી હવે તો તું સુધાર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
a taaro kevo anyaya re vidhata, che a taaro to kevo anyaya
duhkhothi bhari didhu bhale re jivana, shaane sahanashilata paar maryo te maara
musibatoni jivanamam mahera varasavi, maryo shaane jivanamam te shavi buddhi paar te maara
gun hansi hansi hansi temono hansi hansi hansi bedo paar
vahalane pan didha veri banavi, de tu to vadhari laganio par no bhaar
kadi kadi de tu sukha, seja evi bichhavi, duhkhano to avava na de tu anasara
prem na vahena kadi sukavi de tu eva, laage pachha vaheta jivanam ratenadina. varia maheta ene
toaria karie bhegum, veratam ene to jivanamam laage na vaar lagaar
taramanne taara maa gunchavi de tu amane, avava na de tu prabhu no to vichaar
reet che taari a to kevi kadhangi, reet taari have to tu sudhara
|