Hymn No. 126 | Date: 28-Mar-1985
|
|
Text Size |
 |
 |
પિંડ મારો ગરબો ને પિંડમાં છે જ્યોત, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક રૂંવે રૂંવે જાળીને ઝબકે એમાં `મા' ની જ્યોત, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક મારા આતમમાં પ્રકાશે, `મા' ની જ્યોત, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક ના બૂઝાયે કદી ને ઝગમગે એની જ્યોત, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક યુગો યુગોથી લઈને ફરતી એ ત્રણે લોક, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક વર્ષાથી ના ભીંજાતી, પવનથી બુઝાતી ના જ્યોત, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક પ્રકાશનો એ પૂંજ છે, ને ઝગમગે એનાથી લોક, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક તાલ છે એના અનેરા ને ફરતો ત્રિભુવન લોક, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક અનાદિ કાળથી ઝગમગે એની જ્યોત, આ ગરબો શિરે `મા' ને, ને ઘૂમતી ત્રણે લોક
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|