Hymn No. 4163 | Date: 03-Sep-1992
|
|
Text Size |
 |
 |
જોતોને જોતો રહી જાશે, જીવનમાં તો તું, કંઈક અમલ વિનાની અધૂરી આશાઓ જાગતોને જાગતો જાશે, હૈયાંમાં તો તારા, તારા હૈયાંમાં તો ત્યારે, ખૂબ પસ્તાવો છે ઇંધણ એ તો સહુના જીવનનું, છે સહુના જીવનનો તો, એ તો સથવારો ફળશે જ્યારે જ્યારે, એ તો જીવનમાં, કરશે હૈયાંમાં તો, ઉમંગમાં એ તો વધારો જાગે જ્યારે અન્યની ઇચ્છાઓ વિરૂદ્ધ એ તો, આવશે જીવનમાં એને, ટકરાવાનો ત્યારે વારો હશે જીવનમાં ભલે એને પ્રેમથી પંપાળી, જોજે જીવનમાં, આવે ના એને, તૂટવાનો તો વારો કરશે જીવનમાં એ તો સદાયે, કરશે જીવનમાં એ તો, સુખદુઃખનો વધારો કે ઘટાડો સદાએ જીવનમાં જાશે એ તો તૂટી, હશે ના જીવનમાં, જો એનો તો પાયો મળશે ફળ સાચું તો એમાં, હશે એમાં તો જો, હકીકતને યત્નોનો તો સથવારો વિંટળાઈ જાય હૈયાંમાં જ્યાં એ તો એવી, જીવનમાં થાશે ના જલદી એમાંથી છૂટકારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|