Hymn No. 4165 | Date: 04-Sep-1992
|
|
Text Size |
 |
 |
ઊઠ હવે તું, ચાલ કમર કસ તું તારી
Uth Have Tu, Chal Kaamar Kas Tu Tari
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
ઊઠ હવે તું, ચાલ કમર કસ તું તારી, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે આળસ પોસાસે તને, જીવનમાં તો ક્યાંથી, જ્યાં જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે સમય નથી તને રહેવાનો, વીતતો એ તો રહેવાનો, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે વિચારોને વિચારોમાં, જીવનમાં વિતાવતો ના સમય, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે ઢગ પડયા છે કાળા, આંખ સામે વિચારોથી ના વળવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે તારું કામ તો બીજું કોણ કરશે, પડશે તારેને તારે પૂરું કરવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે થાકીને જીવનમાં ન વળશે, પડશે ઉત્સાહથી પૂરું એ કરવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે ઉદાસ બની નથી ચાલવાનું, શક્તિ ભરી, પૂરું પડશે કરવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે તારી ભૂખ તો તારી છે, પડશે તારેને તારે તો ખાવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે નિયમિત તું કરતો રહેજે, છે જીવનમાં તો જે જે કરવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે કરીને નિર્મળ હૈયું ને મન, જીવનમાં દર્શન પ્રભુનું કરવાનું, જીવનમાં કરવાનું તો ઘણું બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|