Hymn No. 4185 | Date: 10-Sep-1992
|
|
Text Size |
 |
 |
ગમા અણગમા તો છે જગમાં તો, સહુના તો જુદા ને જુદા છે રસ્તા જગમાં જીવનમાં, સહુના તો જુદા ને જુદા વિચારોને વિચારો પડતાં રહે જગતમાં, જીવનમાં સહુના તો જુદા ને જુદા - છે.. સ્વાર્થને સ્વાર્થ જીવનમાં જગતમાં, રહ્યા છે સહુના તો જુદા ને જુદા - છે... છે સ્થિતિને સ્થિતિ જગમાં જીવનમાં, તો સહુની જુદી ને જુદી - છે... જગતમાં સહુના જીવનમાં મત ને મત તો પડતાં રહ્યાં છે જુદા ને જુદા - છે... થાવું છે સુખી જીવનમાં તો સહુને, છે સુખની વ્યાખ્યા સહુની તો જુદી ને જુદી - છે... ભાવે ભાવના વહેણ સહુના જીવનમાં, રહ્યા છે વહેતાં તો જુદા ને જુદા - છે... સમજશક્તિ ને બુદ્ધિ રહી છે, સહુના જીવનમાં તો જુદી ને જુદી - છે... હૈયે હૈયાંની ધડકન તો જગમાં, રહી છે જીવનમાં સહુની તો જુદી ને જુદી - છે.. છે ધ્યેય સહુના જીવનનું, પ્રભુદર્શનનું તો ભલે એક, એને પામવાના - છે..
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|