Hymn No. 4187 | Date: 10-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-10
1992-09-10
1992-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16174
ખૂલ્યા ના દ્વાર જો પ્રભુના, ખોલી ના શક્યો દ્વાર જો તું પ્રભુના
ખૂલ્યા ના દ્વાર જો પ્રભુના, ખોલી ના શક્યો દ્વાર જો તું પ્રભુના ભવેભવનું ભટકવાનું તો તારું, એ તો કેમ બંધ થાશે (2) ભૂલ્યા કે ચૂક્યા રસ્તા તો જીવનમાં, પહોંચ્યા ના દ્વારે તો પ્રભુના આવ્યા જીવનમાં ખોલવા દ્વાર પ્રભુના, ખોલ્યાં દ્વાર તેં તો માયાના કર્યા ના, રાખ્યા ના દ્વાર સાફ હૈયાંના, ખૂલશે દ્વાર ક્યાંથી પ્રભુના ભેદ મિટયા ના તારી દૃષ્ટિના, રહ્યો ખાતો માર, તું તો વિકારોના રહ્યો ખોલતો દ્વાર તું દુઃખના, ખોલ્યા ના દ્વાર તેં તો અંતરના પીધા ના પ્યાલા તેં પ્રભુપ્રેમના, મદહોશ બન્યો, પી પી પ્યાલા માયાના રાચી રહ્યો જીવનમાં તું સંકુચિતતામાં, પી ના શક્યો પ્યાલા તું વિશાળતાના કર્યા બંધ દ્વાર દયા કાજે તારા હૈયાંના, ખૂલશે દ્વાર તો ક્યાંથી પ્રભુના ચૂક્યો રાખવું ધ્યાન પ્રભુનું તું જીવનમાં, આવશે ક્યાંથી એ તારા ધ્યાનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khulya na dwaar jo prabhuna, Kholi na shakyo dwaar jo tu prabhu na
bhavebhavanum bhatakavanum to Tarum, e to Kema bandh thashe (2)
bhulya ke chukya rasta to jivanamam, pahonchya na dvare to prabhu na
aavya jivanamam kholava dwaar prabhuna, kholyam dwaar system to mayana
karya na, rakhya na dwaar sapha haiyanna, khulashe dwaar kyaa thi prabhu na
bhed mitaya na taari drishtina, rahyo khato mara, tu to vikaaro na
rahyo kholato dwaar tu duhkhana, kholya na dwaar
mayo, priana mayo, priana pany pany pidah na pyala
raachi rahyo jivanamam tu sankuchitatamam, pi na shakyo pyala tu vishalatana
karya bandh dwaar daya kaaje taara haiyanna, khulashe dwaar to kyaa thi prabhu na
chukyo rakhavum dhyaan prabhu nu tu jivanamam, aavashe kyaa thi e taara dhyanamam
|