Hymn No. 4189 | Date: 10-Sep-1992
|
|
Text Size |
 |
 |
ક્યારેને ક્યારે, પડશે સ્વીકારવી ભૂલો જીવનમાં, જીવનમાં તો ભૂલો તારેને તારે રાહને રાહ જોઈશ જો તું એમાં, ગુમાવીશ ઘણું તું જીવનમાં, એમાં તો ત્યારેને ત્યારે જાશે વધતોને વધતો, ભૂલોનો ભાર તો જીવનમાં, જીવનમાં તો જ્યારેને જ્યારે કરતોને કરતો રહીશ ભૂલો તો તું જીવનમાં, સુધારીશ એને જીવનમાં તું ક્યારે નથી સમય, કે મળશે સમય વધુ જીવનમાં તને તો, જીવનમાં તો જ્યારેને જ્યારે સમજીશ નહીં જો તું સત્ય જીવનના, રહીશ કરતો ભૂલો, જીવનમાં તું ત્યારેને ત્યારે ભૂલો જીવનમાં તો સહુની થાશે, માંગશે હિંમત, સુધારવા જીવનમાં તો ત્યારેને ત્યારે ભૂલોની તો જો પડી જાશે આદત, બનશે મુશ્કેલ સુધારવી એને તો ત્યારેને ત્યારે રોકી રાખશે માર્ગ એ તો તારા, સુધારીશ નહીં જો તું જીવનમાં, એને તો જ્યારેને જ્યારે વધવું હશે જીવનમાં તારે જો, આગળ રહેજે સુધારવા તૈયાર એને તો ત્યારેને ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|