Hymn No. 4195 | Date: 13-Sep-1992
|
|
Text Size |
 |
 |
છે જગમાં તો ખુલ્લું મુખ તો કાળનું, સહુ ધીરે ધીરે પ્રવેશતાં એમાં જાય છે સહુ એમાં તો પ્રવેશતાં જાય છે, તોયે મુખ એનું તો ના દેખાય છે છટક્યા ના કોઈ એમાંથી, રહ્યાં ના કોઈ બાકી, એમાંથી સહુ એમાં તો જાય છે કરી જાશે કોળિયો, જગમાં તો એ સહુનો, બાકી ના એમાં તો કોઈ રહી જાય છે રાખે ના ભેદભાવ એમાં તો એ કોઈનો, જીવનમાં સહુને ઝડપતું એ તો જાય છે જોશે ના એ તો, પાપ પુણ્યના તો ખાતા, સહુને જીવનમાં ઝડપતું એ તો જાય છે નથી ભેદ એને સુખી કે દુઃખીનો, આવ્યા જગમાં તો જે જે, સહુને એ લેતું જાય છે થયા કોળિયા એના કેટલાં, થાશે એમાં કેટલાં, જીવનમાં ના કોઈથી તો એ કહી શકાય છે લેશે ઝડપી કોને ક્યારે કેમને ક્યાં જીવનમાં, ના કદી કોઈને એ તો સમજાય છે રહ્યો છે ક્રમ જગમાં આ તો એનો ચાલતોને ચાલતો, કદી ના એ તો અટકી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|