અકારણ યાદ તો આવી જાય, કરવા બેસો યાદ જેને,
યાદ દગો તો ત્યાં દઈ ગઈ
મીઠાં સંભારણાને કરવા બેઠો યાદ જીવનમાં, યાદ સંભારણાની,
મને દગો ત્યાં તો દઈ ગઈ
પ્રેમની પાંખે ઊડવું હતું તો જીવનમાં, પ્રેમની હૂંફ તો જીવનમાં,
મને દગો એ તો દઈ ગઈ
વિચારોને વિચારોમાં ડૂબવું હતું મારે જીવનમાં, ધારા વિચારોની,
મને દગો એ તો દઈ ગઈ
કરવો હતો સામનો તો, હિંમતથી તો જીવનમાં, અણીવખતે હિંમત,
મને દગો એ તો દઈ ગઈ
જોવી હતી રાહ જીવનમાં તો એની, જીવનમાં ધીરજ,
મને દગો એ તો દઈ ગઈ
કરવી હતી ભાવભરી ભક્તિ મારે તો જીવનમાં,
જીવનમાં ભાવ, દગો મને એ તો દઈ ગઈ
કરી પ્રતીક્ષા રાતભર તો એ ક્ષણની જીવનમાં,
અણીવખતે નીંદર દગો મને એ તો દઈ ગઈ
ચાલી ચાલી જીવનમાં, મંઝિલ આવી તો જ્યાં પાસે જીવનમાં,
થાક મને તો દગો દઈ ગઈ
મૂંઝારાને મૂંઝારા રહ્યાં વધતાને વધતા, મારગ કાઢવામાં એમાંથી,
બુદ્ધિ દગો મને તો દઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)