Hymn No. 4197 | Date: 14-Sep-1992
|
|
Text Size |
 |
 |
ગુમાવ્યું ગુમાવ્યું ગુમાવ્યું, જીવનમાં તો તેં, ઘણું ઘણું ગુમાવ્યું (2) ગુમાવ્યું ધન જીવનમાં ભલે એ તો ગુમાવ્યું, ગુમાવી શાંતિ જીવનમાં, તેં ઘણું ઘણું ગુમાવ્યું ગુમાવી ક્રોધ જીવનમાં, તેં ઘણું ગુમાવ્યું, ગુમાવ્યા જો મૂલ્યો જીવનમાં, જીવનમાં તેં બધું ગુમાવ્યું ગુમાવ્યા સાથને સાથીદારો તો જ્યાં જીવનમાં, જીવનમાં તો તેં ઘણું ઘણું ગુમાવ્યું ગુમાવ્યો વિવેક જીવનમાં જ્યાં હર વાતમાં, જીવનમાં ત્યારે તો તેં બધું ગુમાવ્યું ગુમાવી ધીરજ ને હિંમત તો જીવનમાં, જીવનમાં તેં તો ઘણું ઘણું ગુમાવ્યું ગુમાવ્યો વિશ્વાસ તો તેં તારા જીવનમાં, જીવનમાં તો તેં બધું ગુમાવ્યું ગુમાવી રાહ જીવનમાં તો તેં તારા, જીવનમાં ત્યારે તો તેં ઘણું ઘણું ગુમાવ્યું ગુમાવીશ સમજશક્તિ જો તું તારા જીવનમાં, જીવનમાં ત્યારે તો તેં બધું ગુમાવ્યું ગુમાવીશ સમય જો ખોટો તો તું તારા જીવનમાં, જીવનમાં ત્યાં તો તે ઘણું ઘણું ગુમાવ્યું ગુમાવ્યા ભાવો તારા જીવનમાં જો પ્રભુમાં, જીવનમાં ત્યારે તો તેં બધું ગુમાવ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|