1992-09-15
1992-09-15
1992-09-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16186
છે રંગો જીવનના તો બદલાતાને બદલાતા, રંગ જીવનના
છે રંગો જીવનના તો બદલાતાને બદલાતા, રંગ જીવનના,
પારખતાં તો તું શીખી જાજે
શીખી જાજે તું શીખી જાજે, જીવનમાં તો બસ આટલું તો,
તું શીખી જાજે
મળે ના જીવનમાં બધું તો કોઈને, થોડામાંથી થોડું,
જીવનમાં ચલાવતાં તો તું શીખી જાજે
ક્રોધને વેરથી તો જીવનમાં સહુએ તો ગુમાવ્યું,
જીવનમાં ત્યજતાં તો એને તું શીખી જાજે
વીત્યા જનમોજનમ તો તારા જીવનમાં,
કરવું મનને તો સ્થિર તો તું શીખી જાજે
હરપળો જીવનમાં તો તારી, વિશ્વાસ તારી પાસે માગે,
જીવનમાં પ્રભુના વિશ્વાસે રહેતા તું શીખી જાજે
છે હાથ ફેલાયેલા પ્રભુના જગમાં તો બધે, જીવનમાં બધે એને જોતાં,
તો તું શીખી જાજે
છે હર કાર્ય પર તારા તો છે નજર તો પ્રભુની,
સમજતાં જીવનમાં તો આ તું શીખી જાજે
રહ્યાં નથી કે રહેશે ના, એકસરખા દિવસ કોઈના,
સમજીને આ જીવનમાં જીવન જીવતાં તો તું શીખી જાજે
પ્રેમ જેવી દવા કે અમૃત નથી તો આ જગમાં,
પીવુંને પાવું તો જીવનમાં તો તું શીખી જાજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē raṁgō jīvananā tō badalātānē badalātā, raṁga jīvananā,
pārakhatāṁ tō tuṁ śīkhī jājē
śīkhī jājē tuṁ śīkhī jājē, jīvanamāṁ tō basa āṭaluṁ tō,
tuṁ śīkhī jājē
malē nā jīvanamāṁ badhuṁ tō kōīnē, thōḍāmāṁthī thōḍuṁ,
jīvanamāṁ calāvatāṁ tō tuṁ śīkhī jājē
krōdhanē vērathī tō jīvanamāṁ sahuē tō gumāvyuṁ,
jīvanamāṁ tyajatāṁ tō ēnē tuṁ śīkhī jājē
vītyā janamōjanama tō tārā jīvanamāṁ,
karavuṁ mananē tō sthira tō tuṁ śīkhī jājē
harapalō jīvanamāṁ tō tārī, viśvāsa tārī pāsē māgē,
jīvanamāṁ prabhunā viśvāsē rahētā tuṁ śīkhī jājē
chē hātha phēlāyēlā prabhunā jagamāṁ tō badhē, jīvanamāṁ badhē ēnē jōtāṁ,
tō tuṁ śīkhī jājē
chē hara kārya para tārā tō chē najara tō prabhunī,
samajatāṁ jīvanamāṁ tō ā tuṁ śīkhī jājē
rahyāṁ nathī kē rahēśē nā, ēkasarakhā divasa kōīnā,
samajīnē ā jīvanamāṁ jīvana jīvatāṁ tō tuṁ śīkhī jājē
prēma jēvī davā kē amr̥ta nathī tō ā jagamāṁ,
pīvuṁnē pāvuṁ tō jīvanamāṁ tō tuṁ śīkhī jājē
|