Hymn No. 4210 | Date: 18-Sep-1992
|
|
Text Size |
 |
 |
પડશે જરૂર જીવનમાં, તો જે જે, રાખજે ભરોસો તું પ્રભુમાં, કરશે સગવડ એ તો એની રે
Padese Jarur Jeevanama, To Je Je, Rakhaje Bharoso Tu Prabhuma, Karase Sagavad E To Eni Re
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
પડશે જરૂર જીવનમાં, તો જે જે, રાખજે ભરોસો તું પ્રભુમાં, કરશે સગવડ એ તો એની રે રહેવા ના દીધા જગમાં કોઈને ખાલી રે, દેતા રહ્યાં, પડી જરૂર જ્યારે તો જેની રે ભોગવવા કર્મ પડે જરૂર તો તનને રે, શ્વાસો ને ધડકન ભરી, કરી સગવડ તો તનની રે પુરુષાર્થ સાધવા જીવનમાં તો સાચો, કરી દીધી સગવડ તો ફરતાને ફરતા મનની રે જીવનમાં સાચવવાને વ્યવહારો રે, કરી રચના પ્રભુએ જીવનમાં તો ધનની રે અહંને જીવનમાં તો પિગળાવવા રે, ભાવભર્યા હૈયાંમાં, કરી રચના તો દયાની રે રાખવા કાબૂમાં જગતમાં તો સહુને રે, પ્રભુએ તો કરી રચના જીવનમાં તો દુઃખની રે જગતને નિહાળવા ને અંતરમાં ઊતરવા, કરી રચના પ્રભુએ તો નયનોની રે દેતા રહ્યા જીવનમાં જુદું જુદું સહુને રે, દેવા જુદું, કરી રચના તો કર્મની રે નજર બહાર ના રાખી જરૂરિયાત તો કોઈની રે, રાખી નજરમાં, જરૂરિયાત તો સહુની રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|