દીધું પ્રભુએ તને તો જે જે જીવનમાં, શરમાવું એમાં તો શાને
દીધું હશે પ્રભુએ, તને તો જ્યારે, દીધું હશે એણે તો વિચારીને
માન્યો ના આભાર, દીધું તને તો જ્યારે, કરે છે ફરિયાદ હવે તો તું શાને
દીધા સગાંવહાલાં એણે તો સમજીને, રહેતો નથી કેમ તું હળીમળીને
પડી છે વિચિત્રતા સહુમાં તો જુદી જુદી, શરમાવું એમાં તો શાને
થયું ના હોય જીવનમાં જો પાપ ને પુણ્ય તો શરમાવું શાને
કરવું ના હોય અપમાન તો જીવનમાં, દેતા માન તો શરમાવું શાને
કર્યા યત્નો, મળી ભલે નિષ્ફળતા, નિષ્ફળતાથી તો શરમાવું શાને
પાળી ના શક્યો જ્યાં પથ્ય તું જીવનમાં, હવે રોગથી શરમાવું શાને
શરમાવું પડશે તારે જીવનમાં, પૂછશે પ્રભુ, કર્યું શું, જીવનમાં તો ત્યારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)